તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાઈ ગોકુળધામ બન્યું, કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાઈ | યાત્રાધામ ઉનાઈ ખાતે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુકલની ભાગવત કથામાં આજે ભાગવત કથાનો પ્રધાન મહોત્સવ ‘નંદ મહોત્સવ’’ની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. રામકુમાર મિશ્રાજી અને એમનો પરિવાર તેમજ અશોકભાઈ ગજેરા અને એમના પરિવારે લાલાનું પારણું ઝુલાવ્યું હતું. કૃષ્ણ જન્મની કથા કરતા કથાકાર પ્રફુલભાઇ શુકલ એ કહ્યું હતું કે પ્રાણી માત્રનો પ્રેમ પરાકાષ્ઠા એ પહોંચે ત્યારે પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. આચાર્ય ધર્મેશભાઈ સામવેદી દ્વારા સામવેદનું ગાન કરવામાં આવ્યું હતું. આજે કથામાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ, કિરીટભાઈ પંડ્યા (આહવા) કથા શ્રવણ કરવા માટે પધાર્યા હતા. ભાગવત કથા સેવા સમિતિ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આવતી કાલે કથામાં ગોવર્ધન પૂજા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં રીટાબેન બચ્ચનસિંહ ચૌહાણ અને પરિવાર ગોવર્ધન નાથની પૂજા કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો