તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખરે ઈન્ટરસિટીના 21માંથી 13 કોચ બદલાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સવા ચાર કલાક ઈન્ટરસિટી ટ્રેનને રોકી આંદોલન કરવામાં આવ્યા બાદ આ ટ્રેનમાં આજથી ફેરફાર શરૂ કરી દેવાયો છે. જેમાં 21માંથી 13 ડબ્બાને અપરસિટીંગ સહિત અનેક ફેરફારોવાળા લગાવી દેવાયા છે, જેને પગલે મહિલા મુસાફરોમાં ખુશીની લાગણી ફેલાઈ છે.

વલસાડ-દાહોદ વચ્ચે દોડતી ઈન્ટરસિટી ટ્રેનમાં 12 દિવસ અગાઉ ફેરફાર કરી દઈ નવી રેક જોડી દેવાઈ હતી. આ નવી રેકના નવા કોચમાં અપરસિટીંગ ...અનુ. પાના નં. 3

આંદોલન પહેલા
કોચમાં આ ફેરફાર કરાયા
અપર સિટીંગ ન હતું

2 ગેટ જ હતા

પહેલા સાદી બેઠક હતી

મોબાઈલ ચાર્જર પ્લગ ન હતું

લેડીઝ ફર્સ્ટકલાસ એક જ કોચ હતો

આંદોલન પછી
1

અપરસિટીંગ છે

3 ગેટ છે

2

આરામદાયક સ્પન્ચવાળી બેઠક

3

મોબાઈલ ચાર્જર પ્લગ ઉપલબ્ધ

4

ફર્સ્ટ કલાસ ઉપરાંત વધુ એક કોચ

5

સ્થાનિક રેલવેના સંબંધિતોનું સન્માન કરાશે
ઈન્ટરસિટીમાં તાત્કાલિક ફેરફાર કરાવવામાં સુરત રેલવેના અધિકારી ગરુડે સાહેબનો પણ મહત્ત્વનો ફાળો હોવાનું જાણવા મળે છે. જેને લઈને ઈન્ટરસિટી ટ્રેનના મુસાફરો શનિવારે ગરુડ સાહેબ તથા નવસારી રેલવે સલાહકાર સમિતિના સભ્ય જયદીપ દેસાઈનું પણ સન્માન કરવાનું આયોજન કરાયું હોવાની માહિતી મળી છે.

હજુ 6 ડબ્બામાં ફેરફારની જાણકારી
મુસાફરોની તકલીફની નોંધ રેલવેના અધિકારીઓએ લઈ સુવિધાને પ્રાધાન્ય આપી ફેરફાર તુરંત કરતા તે માટે અમે આભારી છે. હજુ 6 ડબ્બામાં ફેરફાર થવાની જાણકારી મળી છે. જયદીપ દેસાઈ, સભ્ય, રેલવે સલાહકાર સમિતિ

આરામદાયક, સુવિધા, સુરક્ષાયુક્ત નવા ડબ્બા
રેલવે વિભાગે આપેલી ખાતરી મુજબ જલદીથી ટ્રેનમાં ફેરફાર લાવ્યા છે તે બદલ અમે રેલવે અધિકારી, તંત્રનો આભાર માનીએ છીએ. હવેની નવી રેક ખુબ જ આરામદાયક અને સુરક્ષાની દૃષ્ટિએ સારી છે. મહેશ મધુકર, ઈન્ટરસિટી યાત્રી, વિજલપોર

લાગણી - માંગણીને રેલવેએ સમજી, આભાર
7 દિવસમાં કોચમાં ફેરફારની ખાતરી આપી પરંતુ બે જ દિવસમાં તંત્રએ કામગીરી પાર પાડી અને ફર્સ્ટ કલાસ ઉપરાંત વધુ એક મહિલા કોચ, અન્ય સિટીંગ વ્યવસ્થા બદલી છે. મહિલા મુસાફરો રેલવેના આભારી છે કે જેમણે અમારી લાગણી અને માંગણીને સમજી નિર્ણય કર્યો. મીનાબેન ગીલાતર, મહિલા મુસાફર

અન્ય સમાચારો પણ છે...