તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી ફિઝિયો-થેરાપી કોલેજમાં યુવાદિન ઉજવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીના મિથિલાનગરીમાં આવેલી એમ.બી.ગોહિલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપીમાં વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદની 156મી જન્મજયંતી પ્રસંગે સ્વામી વિવેકાનંદના જન્મને વણી લઈ વક્તવ્યનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના ડિરેકટર ડો. અમીત પટેલે જણાવ્યું કે સ્વામીજીના આઈડીયોલોજીને આચરણમાં લઈને યુવાનો સારૂ ભવિષ્ય અને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી શકે. તેમણે સ્વામીજીનાના જીવન કવન અને એમના વિચારો ઉપર પ્રકાશ પાડીને યુવાનો કેવા હોવા જોઈએ તેના ઉદાહરણો આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...