તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા તાલુકામાં બે અકસ્માતમાં બેનાં મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદા તાલુકાના કંડોલપાડા ગામે ઉભેલા એક આધેડ અને યુવાનને ડમ્પરે અડફેટે લેતા બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. બીજા બનાવમાં વાંગણ ગામે છોટા હાથી ટેમ્પોએ બાઈક સવાર યુવાન અને મહિલાને અડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે યુવતીને ઈજા પહોંચી હતી.

કંડોલપાડા ગામે સાંજે હાટ બજાર ભરાયો હતો. જ્યાં કાંટસવેલ ગામે પારસી ફળિયામાં રહેતા ઉમેદસિંહ મકનભાઈ પટેલ (ઉ.વ. 55) અને મીતકુમાર જીતુભાઈ પટેલ એસબીઆઈના એટીએમ સામે ઉભા હતા. દરમિયાન વઘઈ તરફથી આવતું ડમ્પર (નં. જીજે-21-ટી-6976)ના ચાલકે તેઓને અડફેટે લીધા હતા તેમજ પાર્ક કરેલી 4 બાઈકનો પણ ખુરદો બોલાવી દીધો હતો. આ બનાવમાં ઉમેદસિંહને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે આલીપોર ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે મીત પટેલને હનુમાનબારી ખાતે સરવાર અર્થે ખસેડાયો હતો. મૃતકના ભત્રીજો ઈશ્વરભાઈએ અજાણ્યા ડમ્પરચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બીજા બનાવમાં વાંસદા તાલુકાના આંબાપાણી ગામે લીબાર ફળિયામાં રહેતો અલ્પેશ જશુભાઈ વળવી (ઉ.વ. 31) હોન્ડા બાઈક (નં. જીજે-21-એએસ-4176) પર સવંતાબેન સાથે લીંબારપાડાથી વાંગણ જઈ રહ્યા હતા. દરમિયાન વાંગણ ગામની હદમાં સામેથી આવતા છોટા હાથી ટેમ્પો (નં. જીજે-21-ડબલ્યુ-8604)ના ચાલકે બાઈકને અડફેટે લેતા અલ્પેશને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે મહિલાને વાંસદા ખાતે સારવાર અર્થે ખસેડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો