તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજલપોરમાં તમંચો વેચવા આવનાર બે ઝડપાયા, 1 વોન્ટેડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજલપોર ખાતે બે યુવાનો તમંચો વેચવા આવનાર છે એવી બાતમી એસઓજીને મળી હતી. પોલીસે નવસારી રેલવે સ્ટેશન પાસેથી પસાર થતા બે યુવાનોની તપાસ કરતા તેમની પાસેથી એક તમંચો અને ચાર જીવતા કાર્ટીસ મળી આવતા તેમની અટક કરી હતી, જ્યારે 1ને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઝડપાયેલા બંને આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

નવસારી જિલ્લા પોલીસવડા દ્વારા એસઓજીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ગેરકાયદેસર રીતે હથિયાર વેચાણ કરવા ...અનુસંધાન પાના નં. 2

પોલીસે તમંચા સાથે ઝડપી પાડેલા આરોપી અને મુદ્દામાલ.

આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે
નવસારીમાં તમંચો વેચવા આવનાર બંને આરોપી રામજનમ રાજભર અને વીરબહાદુર ભારદ્વાજને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓ કોને તમંચો વેચવા આવ્યા હતા ? અગાઉ પણ આવ્યા હતા કે કેમ ? તે અંગે પૂછપરછ કરાશે. એસ.એફ ગૌસ્વામી, પીએસઆઈ, નવસારી ટાઉન

આરોપી રામજનમ લૂંટ અને છેતરપિંડીનો આરોપી
આરોપી રામજનમ રાજભર વર્ષ 2013માં વાપી ખાતે આવેલી જીઆઈડીસીમાં ટ્રકનાં ડ્રાઈવર સાથે મળી કોપરની લૂંટ અને છેતરપિંડી કરી હતી. પોલીસે જે તે તેની અટક કરી હતી વિજલપોરમાં તમંચો વેચવા આવ્યો હતો અને પોલીસનાં હાથે ઝડપાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો