તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણિતના પ્રશ્નપત્રમાં 40 માર્કસ જેટલા સવાલ ટ્વિસ્ટ કરીને પૂછાતા છાત્રો રડ્યાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવસારી જિલ્લામાં બુધવારે લેવાયેલ ધોરણ 10 ની પરીક્ષામાં ગણિતનું પેપર મૂંઝવણ ભર્યુ રહ્યું હતું. વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને કેન્દ્રની બહાર આવતા રડવા લાગ્યા હતા. પ્રશ્નપત્રમાં કેટલાય સવાલ ટીવસ્ટ કરીને પૂછાયા હતા. જેને લઇ 30 થી 35 માર્કસ સુધીના પ્રશ્નના જવાબ આપવામાં સામાન્ય વિદ્યાર્થીઓ અટવાઇ પડ્યા હતા. જોકે, સ્કોલર વિદ્યાર્થીઓને વાંધો આવે તેમ નથી.

નવસારી જિલ્લામાં બુધવારે ધોરણ 10નું ગણિત વિષયનું પેપર હતું, પ્રશ્નપત્રમાં પૂછાયેલા સેકશન A માં ત્રણથી ચાર સવાલ એવા પૂછાયા હતા કે વિદ્યાર્થીઓની સમજ બહાર રહ્યા હતા. B સેકશનમાં પણ બે દાખલા વિદ્યાર્થીઓની સમજ બહાર રહ્યા હતા. સામાન્ય છાત્રને ખ્યાલ ન આવે તે પ્રકારના પ્રશ્નને કારણે છાત્રો મૂંઝાયા હતા. જેમાં 4 માર્કનાં SUMનાં દાખલા માત્ર 2 માર્કનાં હતા.જેને લઈને વિદ્યાર્થીઓને સમય પણ ઘટ્યો હતો અને 4 થી 5 SUM ના દાખલાઓ અભ્યાસક્રમ મુજબ હતા.

આ બાબતે ગણિત વિષયના શિક્ષકને પુછતાં તેમને જણાવ્યું કે હાલમાં અભ્યાસક્રમ NCRT મુજબ નવા પુસ્તકો આવ્યા છે. જેને લઈને પ્રશ્ન પેપર કાઢનારાએ એની જાણ ન હોય જેને કારણે આજના પેપરમાં ટવ્ીસ્ટ કરીને પ્રશ્નો પૂછતા વિદ્યાર્થીઓમાં આંખમાં પાણી આવી ગયા હતા અને પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ કેન્દ્રની બહાર જઈને નાપાસ થવાની ભીતિએ રડ્યા હોવાની માહિતી પણ મળી છે.

ધોરણ 10માં કુલ વિદ્યાર્થીઓ 17397 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં નવા કોર્ષમાં 249 અને નવા કોર્ષમાં 156 મળી 405 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

સેકશન A અને B માં કેટલાક સવાલ સામાન્ય છાત્રને સમજ બહાર રહ્યા હતા

ધો-12 બંને પ્રવાહના પેપર સરળ નીકળ્યા

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું જીવ વિજ્ઞાન નું પેપર પણ સરળ નીકળતા વિદ્યાર્થીઓ નાં આંનદની લાગણી અનુભવી હતી જેમાં આજે કુલ નોંધાયેલ 3925 વિદ્યાર્થીઓ પૈકી 3880 વિધાર્થીઓ એ પરીક્ષામાં હાજર રહ્યા હતા જયારે 45 વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર સરળ હતું પણ પ્રશ્નો લાંબા હતા જેના કારણે વિદ્યાર્થીઓ ખુશ થયા હતા.આજે કુલ 5327 વિદ્યાર્થીઓ પૈકી 54 વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા અને 5273 વિદ્યાર્થીઓ હાજર રહી પરીક્ષા આપી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો