તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંગાલી સેવા ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજી શહીદોને શ્રદ્ધાંજલિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી બંગાલી સેવા ટ્રસ્ટ દ્વારા ઓરનેટ એપાર્ટમેન્ટમાં રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના આશયથી નવસારી શહેરના બંગાલી ભાઈઓ દ્વારા રેડક્રોસ સંસ્થાના સથવારે મળીને રક્તદાનનું આયોજન કરાયું હતું. બંગાલી સમાજ દ્વારા યોજાયેલા રક્તદાન શિબિરમાં સમાજના યુવાનોએ 80 બોટલ રક્તદાન કર્યું હતું. આ શિબિરને સફળ બનાવવા બંગાલી સમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. આ રકતદાન શિબિરમાં નવસારી શહેરના અગ્રણીઓએ મુલાકાત લઈ રક્તદાતાઓ તથા આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો