બાલવાડી શિક્ષકો માટે તાલીમ શિબિર

Navsari News - training camp for balwadi teachers 071011

DivyaBhaskar News Network

Jun 18, 2019, 07:10 AM IST
નવસારી | ગુજરાત નઈ તાલીમ સંઘ અને મુનિસેવા આશ્રમ ગોરજના સંયુક્ત ઉપક્રમે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ બાલવાડીના શિક્ષકો માટે તાલીમ શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં 23 સંસ્થાના 106 શિક્ષકોએ તાલીમ મેળવી હતી. નવસારીના ડો. કાંતિભાઈ દેસાઈ તથા રશ્મિબેન દેસાઈએ તજજ્ઞો તરીકે સેવા આપી હતી. અન્ય 10 મળી કુલ 12 તજજ્ઞોએ સેવા આપી હતી. ક્રિયાત્મક શિક્ષણ પદ્ધતિ અનુસાર બાલવાડીના 30 ઉપરાંત બાળકોને સુશોભન, આવકાર, બાળગીતો, વાતચીત, પ્રાર્થના, ધૂન, જોડકણા, બાળ રમતો, કસરતો દ્વારા અભિભૂત-ભાવવિભોર કરાયા હતા. આ સાથે શિબિરાર્થીઓને મુનિસેવા આશ્રમની બે હોસ્પિટલ, મંદબુદ્ધિ બાલિકા કેન્દ્ર, તરછોડાયેલા-અનાથ બાળકોનું કેન્દ્ર, ત્રણ વૃદ્ધાશ્રમની મુલાકાત દ્વારા જીવન ઉત્કર્ષનું મહત્વ બળ પુરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત સજીવ ખેતી, પર્યાવરણની જાળવણી, વૃક્ષો ઉપર માંચડા, સાદગીભર્યા મકાનો વગેરે અંગે પણ શિબિરાર્થીઓને માહિતગાર કરાયા હતા.

X
Navsari News - training camp for balwadi teachers 071011
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી