રિક્ષાએ ટક્કર મારતાં ટ્રાફિક બ્રિગેડની મહિલાને ઈજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં શનિવારે ટ્રાફિક વ્યવસ્થા સાચવતી વખતે મહિલા પોલીસ કર્મીને રિક્ષાચાલકે ટક્કર મારી હતી. જેથી આ મહિલા પોલીસ કર્મીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જાનના જોખમે ફરજ બજાવતા પોલીસકર્મીઓની સુરક્ષા ઉપર સવાલ ઉભા થયા છે. જ્યાં સર્કલવાળા વિસ્તાર હોય ત્યાં ટ્રાફિક પોઈન્ટની છત્રી બનાવીને પોલીસને સુરક્ષિત કરવા પોલીસકર્મીઓમાં માગ ઉઠી છે.

શનિવારે બપોરના સુમારે ગોલવાડ ચાર રસ્તા પાસે પોલીસકર્મી સુનિતા દુર્લભ ટ્રાફિક સંચાલન કરતી હતી. એ સમયે અચાનક રિક્ષા (નં. GJ-21-H-5673)ના ચાલકે પૂરઝડપે રિક્ષા હંકારી લાવી ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી સુનીતાબેનને ટક્કર મારી હતી. તેમને માથા તથા શરીરના ભાગે ઈજા પહોંચતાં પ્રથમ નવસારી સિવિલ ...અનુસંધાન પાના નં. 2

ટાવર પાસે આવેલું સર્કલ કે જ્યાં પહેલા ટ્રાફિક પોઈન્ટ હતું તેમજ તાપમાં ઉભા રહી ફરજ બજાવતા ટ્રાફિક કર્મીઓ.

9 જગ્યાઓ ઉપર ટ્રાફિક પોઈન્ટ બનાવી શકાય
નવસારીમાં ટાવર વિસ્તાર, ગોલવાડ, જુના થાણા, લુન્સીકૂઈ, ખાટકીવાડ, ઉસ્માની ચીકન ત્રણ રસ્તા પાસે, સાંઢકૂવા ફાયર સ્ટેશન પાસે, રેલવે સ્ટેશન પાસે અને ફુવારા પાસે ટ્રાફિક પોઈન્ટ બનાવી શકાય એમ છે.

ટાવર પાસેનું સર્કલ કે જ્યાં પહેલાં ટ્રાફિક પોઈન્ટ હતો
ટાવર પાસે સર્કલ પર પહેલા ટ્રાફિક પોઈન્ટ છત્રીવાળું હતું. જેમાં ઊભા રહી ટ્રાફિક પોલીસ ટ્રાફિકનું સંચાલન કરતા હતા. હવે 10વર્ષથી એક દુકાનનું જાહેરાતનું સ્થળ બની ગયું છે. અહીં ટ્રાફિક પોઈન્ટ બનાવાય તો પોલીસ કર્મીઓ માટે આશીર્વાદરૂપ બની શકે એમ છે.

નવસારીમાં સર્કલો વ્યવસ્થિત નથી
નવસારીમાં સર્કલો વ્યવસ્થિત નથી અને આ સર્કલો નગરપાલિકા દ્વારા સરખા બનાવી આપવામાં આવે તો પ્રશ્ન ઉકેલી શકાય એમ છે. ટ્રાફિક પોઈન્ટ હોવાને લીધે ધ્યાન આપી શકાય છે અને ગરમી, ઠંડી અને ચોમાસામાં વરસાદથી બચી શકે એમ છે. એચ.એચ.રાઓલજી, પોસઈ, નવસારી જિલ્લા ટ્રાફિક શાખા

અન્ય સમાચારો પણ છે...