દાંડીનું સોલ્ટ મેમોરિયલ જોવા પ્રવાસીઓ ઉમટ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઐતિહાસિક દાંડીમાં બનાવાયેલ નેશનલ સોલ્ટ મેમોરિયલને જોવા આજે વેકેશનનાં રવિવારે ભારે ધસારો થયો હતો. દાંડીમાં નિર્માણ કરાયેલા નેશનલ સોલ્ટ મેમોરિયલને જોવા માત્ર દક્ષિણ ગુજરાતમાંથી જ નહીં પરંતુ દુર દુરથી પ્રવાસીઓ આવે છે. હાલ મે વેકેશન શરૂ થયુ હોય પ્રવાસી ઓની સંખ્યામાં વધારો થયો છે. આજે તો વળી વેકેશનનો રવિવાર હતો. સવારથી જ પ્રવાસીઓ દાંડી આવવાના શરૂ થઈ ગયા હતાં. સવારથી લઇ સાંજ સુધી આવજાવ જારી રહી હતી. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતાં મીઠાં પ્રોજેક્ટ, ઓડિયો વિડિયો શોનાં સ્થળે વેઇટિંગ જોવા મળ્યા હતાં. આ બંને પ્રોજેક્ટ તાજેતરમાં જ શરૂ થયા હોય પ્રવાસીઓમાં ઉત્કંઠા હતી. આખા દિવસમા અંદાજે 5800થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી.પ્રવાસીઓ સોલ્ટ મેમોરિયલમા દાંડીકૂચની કોતરાયેલ કૃતિ, ગાંધીજી સહિતનાં 80 પદયાત્રીઓની પ્રતિમા, સોલાર ટ્રી, પ્રદર્શન વગેરે નિહાળી પ્રભાવિત થયાં હતાં. અહીં ઉલ્લેખનીય છે કે સોલ્ટ મેમોરિયલ જોવા આવનારા ઘણાં લોકો દાંડી નાં બીચ ની મુલાકાતે પણ જાય છે.

નવસારી જિલ્લાના ઐતિહાસિક દાંડી સોલ્ટ મેમોરિયલ સ્થળે પ્રવાસીઓની ભીડ જામતી જાય છે.

અન્ય સમાચારો પણ છે...