તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ક્ષમતાવર્ધન કસોટીમાં પાસ થનારાઓનું સન્માન કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | નવસારી જિલ્લા વેલફેર એસોસિએશન દ્વારા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં ખાતાકીય બઢતી પરીક્ષામાં ક્ષમતાવર્ધન કસોટી યોજાઈ હતી. જેમાં નવસારી, વલસાડ, સુરત, છોટા ઉદેપુર, બનાસકાંઠા વગેરે સ્થળે તાલીમવર્ગોમાં 1500 કર્મીઓ માટે નિ:શુલ્ક તાલીમવર્ગો ચલાવાયા હતા. જેમાં તજજ્ઞ હિમંતભાઈ પરમારે સેવા આપી હતી. જિલ્લાના સેક્રેટરી જયંતિભાઈ નાયકે કો. ઓર્ડિેનેટર તરીકે સેવા બજાવી હતી. તમામ તાલીમાર્થીઓ પૈકી 418 પરીક્ષા આપેલા ઉમેદવારોએ જ્વલંત સફળતા મેળવી હતી. તેઓને બઢતી સાથે ઉચ્ચ પગારધોરણનો લાભ મળી રહેશે. જિલ્લા વેલફેર એસો. દ્વારા આજે 12મીને રવિવારે બપોરે 3 કલાકે રોહિત સમાજ સાંસ્કૃતિક ભવન છાપરા રોડમાં સન્માન સમારંભ યોજાશે. સમારંભમાં સાંસદ સી.આર. પાટીલ મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેશે. જલાલપોર અને નવસારીના ધારાસભ્ય અતિથિવિશેષરૂપે હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો