ધારાગીરીના તળાવમાં હજારો માછલાના મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી તાલુકામાં આવેલા ધારાગીરી ગામે આવેલ ગામતળાવમાં મત્સ્યોદ્યોગના વ્યવસાય માટે ગામનાં પૂર્વ સરપંચ અર્જુન નાયકા દ્વારા રાખવામાં આવ્યું હતું. તેઓ ઘણા વખતથી ગામતળાવમાં મત્સ્યોદ્યોગની કામગીરી કરતા હતા. 13મીની વહેલી સવારે તળાવમાં અચાનક ઓકસિજનનું પ્રમાણ ઘટી જતા માછલીઓ પાણીની ઉપર આવી હતી અને હજારો માછલીનાં મોત થયા હતા. ઘટનાની જાણ અર્જુન નાયકાને થતા તેઓ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. અને નજીકમાં ખાડો ખોદી નાશ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...