તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોલવણમાં ધ્યાન શિબિરમાં 8 હજારથી વધુ શિબિરાર્થી આવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાઈ રેન્જનાં ડોલવણ ફોરેસ્ટ ડેપોની સામે સાંજે 6 થી 8 દરમિયાન હિમાલયનાં પરમ સિદ્ધ સદગુરૂ શિવકૃપાનંદ સ્વામીજીના પાવન સાંનિધ્યમાં યોજાયેલ સમર્પણ ધ્યાન શિબિરમાં 8000 થી વધુ શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો. વર્ષ 2018-2019 ને સમર્પણ ધ્યાનયોગ સંસ્કારના પ્રણેતા શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા રક્ષક વર્ષ ઘોષિત થયેલા હોઈ આ કાર્યક્રમ વિશેષતઃ વનરક્ષકો તેમજ પોલીસના જવાનો માટે આયોજિત કરાયો હતો. રક્ષકો સમાજની સુરક્ષા અને શાંતિ માટે ફરજ બજાવતી વખતે પોતાની બાહ્ય તેમજ આંતરિક સુરક્ષા અને શાંતિ માટે ધ્યાન દ્વારા આભામંડળને વિકસિત કરી એક સુરક્ષા કવચ મેળવી શકે છે તણાવની સ્થિતિના કારણે રક્ષકોની માનસિક સ્થિતિ પર થતાં દુષપ્રભાવોને ખુબ જ સરળ ધ્યાન સંસ્કારથી દૂર કરી શકાય છે.

આજના વ્યસ્ત જીવનમાં દરેક મનુષ્ય માટે સ્વાસ્થ્ય, પરિવાર, સમાજ, વ્યવસાય આમ તમામ ક્ષેત્રમાં સફળતા મેળવવા અધ્યાત્મ કઇ રીતે સહાયક બને છે. સમર્પણ ધ્યાનયોગ સંસ્કારની અનુભૂતિ પ્રાપ્ત કરી સમગ્ર વિસ્તારની અધ્યાત્મ પ્રેમી જનતા અને ડોલવણની ભૂમિ પાવન થઇ છે.

અન્ય સમાચારો પણ છે...