ગણદેવી વિસ્તારમાં 36 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો

Navsari News - there was 1 inch rain in 36 days in gandevi area 071013

DivyaBhaskar News Network

Jun 18, 2019, 07:10 AM IST
ગણદેવી પંથકમાં છેલ્લા દોઢ દિવસમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. નવસારીમાં સાધારણ ઝાપટુ પડ્યું હતું.

જિલ્લામાં ચોમાસુ તો બેઠુ નથી પરંતુ છૂટાછવાયા ઝાપટા જરૂર પડી રહ્યા છે. ગણદેવી પંથકમાં વરસાદ નોંધનીય પડી રહ્યો છે. ફલડ કંટ્રોલમાંથી મળતી માહિતી મુજબ સોમવારે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન ગણદેવીમાં 15 મિ.મિ. વરસાદ નોંધાયો હતો ત્યારબાદ સોમવારે દિવસ દરમિયાન વધુ 10 મિ.મિ. વરસાદ પડ્યો હતો. આમ દોઢ દિવસમાં 25 મિ.મિ. (એક ઈંચ) પાણી પડી ગયું હતું. જિલ્લામાં કેટલીક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડ્યા છે. નવસારીમાં પણ સોમવારે સવારે ઝાપટા પડ્યા હતા અને અવારનવાર વાદળછાયુ વાતાવરણ પણ સર્જાયું હતું.

નવસારીમાં સોમવારે સવારે વરસાદી વાતાવરણ રહેતા હવામાં ભેજનું પ્રમાણ 100 ટકા થઈ ગયું હતું. બપોરે પણ 82 ટકા ભેજ રહ્યો હતો. તાપમાન સવારે 21.2 ડિગ્રી અને બપોરે 33 ડિગ્રી મહત્તમ રહ્યું હતું. સોમવારે સતત ચોથા દિવસે નવસારીમાં સતત પવન ફૂંકાતો રહ્યો હતો. દિવસ દરમિયાન સરેરાશ 13.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશાએ પવન ફૂંકાયો હતો.

X
Navsari News - there was 1 inch rain in 36 days in gandevi area 071013
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી