તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી જિલ્લામાં આચાર સંહિતાનો કોઈ ગંભીર કેસ નોંધાયો નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લામાં ચૂંટણી આચારસંહિતા અંતર્ગત પોસ્ટરો, બેનરો વાંધાજનક ચીજવસ્તુઓ 1388 દૂર કરાઈ છે. જોકે ગંભીર ફરિયાદ દાખલ થઈ નથી.

લોકસભા ચૂંટણી જાહેર થવાની સાથે જ આચારસંહિતા અમલી બની હતી. આજે 15મી એપ્રિલે આચારસંહિતા અમલી બન્યાને 1 મહિનાને પાંચ દિવસ પૂરા થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન નવસારી જિલ્લામાં સામેલ ચાર વિધાનસભા મત વિસ્તાર નવસારી, જલાલપોર, ગણદેવી અને વાંસદામાં કોઈ ગંભીર ફરિયાદ દાખલ ન થયાનું જાણવા મળ્યું છે. જોકે ચૂંટણી વિભાગે આદર્શ ચૂંટણી આચારસંહિતા માટે જિલ્લામાં વાંધાજનક ચીજો દૂર કરી છે. મળતી માહિતી મુજબ જાહેર સ્થળોએથી 1254 ચીજો દુર કરાઈ છે. જેમાં 82 ભીંતચિત્ર, 194 પોસ્ટર, 324 બેનર અને 654 અન્ય ચીજોનો સમાવેશ થાય છે. ખાનગી જગ્યાએથી પણ 134 વાંધાજનક ચીજો દૂર કરાઈ યા પગલાં લેવાયા છે. નવસારીમાં 401, જલાલપોરમાં 182, વાંસદામાં 267 અને ગણદેવીમાં 538 વાંધાજનક ચીજો દૂર કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...