તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વચનામૃતની તોલે આવે તેવો બીજો કોઈ ગ્રંથ નથી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભગવાન સ્વામીનારાયણની પરાવાણીનો ગ્રંથ એટલે વચનામૃત વચનામૃત સર્વે ધાર્મિક ગ્રંથોમાં અદ્વિતીય ગ્રંથ છે. વચનામૃત ગ્રંથને ભગવાન સ્વામીનારાયણે જાતે પ્રમાણિત કર્યો હતો. શ્રીજી મહારાજના વચનો અમૃત સમાન છે. વચનામૃત વેદો, ઉપનિષદો, ખટશાસ્ત્ર, અઢાર પુરાણ વગેરે શાસ્ત્રોનો સાર છે. આપણા ઋષિ મુનિઓએ માનવ જીવનને કેવી રીતે ઉત્કૃષ્ટ બનાવવું, જીવન દરમિયાન ઉપસ્થિત થનાર સમસ્યા-પ્રશ્નો અને તેના સમાધાન તેમજ કલ્યાણ અંગેની સાધના માટે લખ્યું જે છૂટું છવાયું જ્ઞાન હતું. શ્રીજી મહારાજે એ બધાં જ જ્ઞાનને સુગ્રથિત કરી વચનામૃત આપણને આપ્યો છે. ભગવાન સ્વામીનારાયણે આપણને તૈયાર વાતો વચનામૃતમાં આપી છે. ભગવાન સ્વામીનારાયણનો હેતુ સ્પષ્ટ છે.

ભગવાન સ્વામીનારાયણે કહ્યું છે કે પોતાના આશ્રિતમાં તલમાત્ર કસર રાખવી નથી. જે અમારી સોબત રાખશે તેનામાં જગતનો લોચો રાખવો નથી. હરિભક્તોનું કલ્યાણ થાય શ્રેય-થાય-ભગવાનને માર્ગે આગળ વધી શકાય અને ભગવાનના ધામને પામે એવો હેતુ શ્રીજી મહારાજનો રહેલો છે. ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામિનારાયણ મંદિરે વચનામૃત દ્વિશતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત વચનામૃત બ્રહ્માસ્ત્ર-જ્ઞાનસત્રનો પ્રારંભ કરાવતાં તીથલ મંદિરના કોઠારી પૂ.વિવેક સ્વરૂપ સ્વામીએ ઉચ્ચાર્યા હતાં. પૂ.વિવેક સ્વરૂપ સ્વામીએ કથામૃતનું રસપાન કરાવતાં વધુમાં જણાવ્યું હતું કે વચનામૃત ગ્રંથની તોલે આવે એવો બીજો કોઇ ગ્રંથ નથી. આપણા સાંસારિક જીવનમાં આવતી સમસ્યાના પ્રસંગે કેવી રીતે સ્થિરતા રાખી શકાય આનંદ અને સુખ-શાંતિમાં રહી શકાય તે અંગે પ્રકાશ પાડેલો છે.

આપણે વચનામૃત જેવા આદર્શ ગ્રંથનો નિત્ય અભ્યાસ કરીએ મનન-નિદિધ્યાસ દ્વારા ચિત્ત-હૃદયમાં વચનામૃતને ઉતારીએ તે જરૂરી છે. વચનામૃત હિન્દુ ધર્મનો શ્રેષ્ઠ ગ્રંથ છે. માનવ માત્રની જીવનદોરી એટલે વચનામૃત. પૂ. વિવેક સ્વરૂપ સ્વામીએ અક્ષરપુરૂષોત્તમ ઉપાસનાનો અર્થ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે આપણે અક્ષરરૂપ થઇ પરબ્રહ્મ પુરૂષોત્તમ નારાયણની ઉપાસના કરવાની છે. બ્રહ્મરૂપ-અક્ષરરૂપ જે થાય તે જ પુરૂષોત્તમ-પરબ્રહ્મ-નારાયણની ભક્તિના અધિકારી બની શકે. જ્યારે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ ન હોય ત્યારે ભગવાનના અખંડ ધારક- ગુણાતીત સંત દ્વારા પ્રાગટ્યપણું છે એ વાત સ્વામિનારાયણ ભગવાને કહી છે. નવ વચનામૃતમાં 28 વખત મહારાજે સતપુરૂષમાં એકાંતિક સંતમાં ભગવાન રહેલા હોવાનું કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો