આટ ગામના યુવકે અગમ્ય કારણસર ટી-શર્ટથી ફાંસો ખાધો

Navsari News - the youth of this village has been trapped by t shirts for incomprehensible reasons 071010

DivyaBhaskar News Network

Jun 18, 2019, 07:10 AM IST
જલાલપોરના આટ ગામે રહેતા 26 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ઘરથી થોડે દુર આવેલી બાવળની ઝાડીઓમાં ટી શર્ટ વડે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે આ બાબતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

જલાલપોરના આટ ગામે ટુંડી ફળિયા ખાતે રહેતા શૈલેશ રમેશ હળપતિ (ઉ.વ.26) મજુરીકામ કરી પોતાના પરિવારનું આર્થિક ગુજરાન ચલાવે છે. 15 જૂને શૈલેશ ઘરેથી બપોરના સુમારે બહાર ગયો હતો અને રાત્રિના સમયે ઘરે આવ્યો ન હતો. જેથી તેના ભાઈઓએ તેની શોધખોળ કરી હતી પણ તે મળ્યો ન હતો. 16મી જૂને બપોરના સુમારે અજાણ્યા યુવાનની લાશ તેમના ઘરથી થોડે દુર આવેલા દાંડી જતા રોડ પાસે આવેલા જંગલી દેશી બાવળની ડાળીએ લાલ કલરની ટીશર્ટ વડે શૈલેશ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ મૃતકના મોટા ભાઈ દીપકે જલાલપોર પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા મટવાડ બીટના અહેકો ધર્મેન્દ્ર ગણપતસિંહ આવીને તપાસ હાથ ધરી હતી. પોલીસે હાલ આ ઘટનાને અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

X
Navsari News - the youth of this village has been trapped by t shirts for incomprehensible reasons 071010
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી