વિજલપોર નગરપાલિકા કચેરીનું કામ સવા વર્ષે પણ ઘોંચમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજલપોરમાં ગૌચરની જમીન માટે સરકારે 2 કરોડથી વધુ રકમ ભરવા સરકારે જણાવ્યું છે ત્યાં આ ગૌચર જગ્યા મુદ્દે પાલિકાનું નવું મકાનનું કામ પણ સવા વર્ષથી અટકી
ગયું છે.

વિજલપોરમાં હાલ 19 વર્ષથી જ્યાં પાલિકા કચેરી ચાલે છે તેની લગોલગ પાલિકાનું નવું મકાન બનાવવાની શરૂઆત કરાઈ હતી.પોણા બે કરોડ રૂપિયાથી વધુના ખર્ચે મકાન બનશે. જોકે થોડા દિવસમાં જ કામ અટક્યું હતું અને કોઈક મુદ્દે મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચતા આ જમીન ગૌચરની હોવાની ઘોંચ આવી હતી. જેને લઈ આજદિન સુધી નવી કચેરીનું કામ પુનઃ શરૂ થઈ શક્યું નથી. મળતી માહિતી મુજબ ઓક્ટોબર 2019થી કામ બંધ થઈ ગયું હતું, જે આજે સવા વર્ષથી ય વધુ સમય થઈ ગયો છતાં કામ શરૂ થઈ શક્યું નથી.પાલિકા જમીન માટે નવસારી કલેક્ટરમાં જતા હાલ કલેકટર દ્વારા 2 કરોડથી વધુ રકમ ભરવા જણાવાયું છે. મળતી માહિતી મુજબ રકમ ભર્યા બાદ જ જમીન મળી શકશે અને નવી કચેરીનું કામ પણ શરૂ થઈ શકશે.

ગૌચરની જમીનની ગૂંચવણથી નાણાં ભરવા હુકમ

અન્ય સમાચારો પણ છે...