તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજલપોરમાં આશાપુરી માર્ગ પર ‘ટ્રી’ ગાયબ થઇ ગયાને માત્ર‘ગાર્ડ’ રહી ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજલપોરના મુખ્ય માર્ગ આશાપુરી રોડ ઉપર ડિવાઈડરમાં ટ્રીગાર્ડમાં મુકાયેલી ટ્રી (વૃક્ષો) મહત્તમ રહ્યા નથી અને માત્ર ‘ટ્રીગાર્ડ’ જ રહી ગયા છે.

વિજલપોર શહેરના જે બે ત્રણ મુખ્ય માર્ગ છે તેમાં રેલ‌વે ફાટકથી શિવાજી ચોક, સરદાર ચોક થઈ આશાપુરી મંદિર જતો આશાપુરી માર્ગ પણ છે. આ માર્ગ ઉપર આખો દિવસ હજારો વાહનોની અવરજવર થાય છે. મુખ્ય માર્ગની વચ્ચે ટ્રાફિકના નિયમન માટે ડિવાઈડર પણ બનાવાયા છે. આ ડિવાઈડરની વચ્ચેની ખુલ્લી જગ્યાએ નગરપાલિકાએ લાઈનબદ્ધ અલગ અલગ પ્રકારના વૃક્ષો (ટ્રી)નું રોપાણ કર્યું હતું.

આ વૃક્ષોને ઢોર ખાઈ ન જાય યા નુકસાની ન પહોંચાડે તે માટે ટ્રીગાર્ડ પણ લગાવવામાં આવ્યા હતા. જોકે ઘણાં દિવસોથી ડિવાઈડરની સુરત બદલાઈ ગઈ છે.

માર્ગ ઉપર હજુય અગાઉની જેમ ‘ટ્રીગાર્ડ’ તો જોવા મળી રહ્યા છે પરંતુ ગાર્ડની અંદરના ‘ટ્રી’ ગાયબ છે યા સુકાઈ જઈ નષ્ટ થઈ ગયા છે. માર્ગ ઉપર લાઈનબદ્ધ ટ્રી વિનાના ‘ગાર્ડ’ જોવા મળી રહ્યા છે. આ ગાર્ડ કાઢી નંખાયા નથી યા તેમાં નવા વૃક્ષોનું રોપાણ પણ કરવામાં આવ્યું નથી !

વિજલપોરના મુખ્ય માર્ગ ઉપર ‘ટ્રી’ વગરના ‘ટ્રીગાર્ડ’ રહી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...