તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રીડ હાઈવે પર ટેમ્પો રેલિંગ તોડી રોંગ સાઈડ પર ધસી કાર સાથે અથડાઈ પડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીના ગ્રીડ સ્વામીનારાયણ મંદિરની સામે પસાર થતા હાઈવેના મુંબઈથી અમદાવાદ ટ્રેક પર શનિવારે સવારે યાર્ન ભરી જતા આઈસર ટેમ્પોચાલકે પોતાનો ટેમ્પો પૂરઝડપે હંકારતા રેલિંગ તોડીને બીજા ટ્રેક મુંબઈથી અમદાવાદ જતા બુટવાલા પરિવારની ઈનોવા કાર સાથે અથડાયો હતો. આ અકસ્માતને પગલે ટેમ્પો ઉંધો વળી જતા રસ્તા પર યાર્નના ઢગલા થયા હતા. જોકે ટેમ્પોચાલક ગભરાઈને ઘટનાસ્થળેથી ભાગી ગયાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.

મુંબઈ ખાતે રહેતા હકુમુદ્દીન જેનુદ્દીન બુટવાલા તેમના પરિવાર સાથે ઈનોવા કાર (નં. એમએચ-01-ડીબી-7956) લઈને અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. ને.હા.નં. 48 ઉપર સવારે 6થી 7 વાગ્યાના સુમારે સ્વામીનારાયણ મંદિર પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા એ વેળાએ અચાનક બાજુની મુંબઈથી અમદાવાદ ટ્રેક ઉપર યાર્ન ભરેલો ...અનુસંધાન પાના નં. 2

નવસારીમાં વહેલી હાઇવે નંબર 48 ઉપર નાની ચોવીસી ગામની સામે સવારે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેને લઇ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય હતી.

અન્ય સમાચારો પણ છે...