તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીકુનો સ્વાદ ‘કોરોના’થી મોળો, આજે સ્થાનિક માર્કેટ બંધ રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમલસાડ સ્થિત એ પી એમ સી સબ માર્કેટયાર્ડ માં દરરોજ શુક્રવાર સિવાય દરરોજ બપોરના ચાર વગીયાથી હરાજી થકી વેપારીઓ ખેડૂતો પાસે ચીકુના ફળોની ખરીદ વેચાણ કરે છે વેપારી એસોસિએશન ના પ્રમુખ હિતેસભાઈ દેસાઈ ના જણાવીયા મુજબ અહીં થી દરરોજ 10 થી15 હજારમણ કરતા પણ વધુ ચીકુ પાક વેચાણ માટે ગુજરાત રાજ્ય બહાર દિલ્હી પંજાબ રાજસ્થાન મદયપ્રદેશ સહિત અન્ય મોટા શહેરોમાં ટ્રક મારફતે મોકવામાં આવે છે હાલના સમયમાં બજારભાવ પણ ખેડૂતોને પોસનક્ષમ મળતા હતા પરંતુ હાલ દેશભરમાં ચાલી રહેલા કોરોના વાયરસ ની અસરકારક થી રાજ્ય બહાર ની માર્કેટમાં બીકના ડરે લોકો ઘરની બહાર નહીં નીકળતાં ચીકુના ફળોની ખરીદ વેચાણ પર અસર જોવા મળતા પાકનો ભરગરો વધુ થતાં તેની સીધી અસર પડી છે હાલ અહીં પણ એક મણ ના 50 થી 100 રૂપિયાનો ઘટાડો થયો છે. એ પી એમ સી માર્કેટયાર્ડ તા. 19મી ને ગુરુવાર ના રોજ બંધ રહેશે અને શનિવાર તા 21મી થી રાબેતા મુજબ ચાલું રહેશે. નવસારી-ગણદેવીના 15 હજાર ખેડુતો ચીકુનો પાક લે છે.

સહકારી મંડળીના સેક્રેટરી આશિષ નાયકે વધુમાં જણાવ્યું કે, ચીકુનો માલ જે દિલ્હી ટ્રકમાં જાય છે ત્યાંથી રિટર્ન ભાડું ન મળતા ટ્રક પરત આવતી નથી, જેથી ટ્રકની પણ મોટી સમસ્યા સર્જાય છે. રોજ પંથક માંથી અંદાજે 25 હજાર મણ ચીકુ જાય છે. ગુરૂવારે ચીકુના સ્થાનિક મોટેભાગના માર્કેટ બંધ રખાયા છે.

15 હજાર ખેડૂતોને અસર, ભાવ ગગડ્યા

અન્ય સમાચારો પણ છે...