પિતાએ પુત્રને ઘરે લઈ જવાનું કહેતાં પુત્રનો ફાંસો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોર તાલુકાના આસુંદર ખાતે એક વર્ષથી ફુઈને ત્યાં રહેતા યુવકને તેના પિતા ઘરે લઇ જવા આવતા યુવકને મનદુ:ખ થતા તેણે ગામના તળાવ પાસે આવેલા વડની વડવાઈઓ વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની વધુ તપાસ પોલીસ કરી રહી છે. જલાલપોર તાલુકાના ધામણ ગામે રહેતા નટુભાઈ એક વર્ષ પહેલા માછીમારી કરવા વહાણમાં જવાના હોય પુત્ર અજયને આસુંદર ખાતે રહેતી તેની બહેનને ત્યાં મૂકી ગયો હતો. ગત 11મીએ તેઓ પુત્ર અજયને લેવા બહેનને ત્યાં આવ્યા હતા અને જણાવ્યું કે હવેથી આપણે આપણા ઘર ધામણ ખાતે રહીશું. જેથી અજયને ફુઈ ત્યાં રહેવાનું ગમતા તે પોતાના પિતા સાથે મૂળ ઘરે જવાનો ન હોય તેને મનદુઃખ થયું હતું.

જેથી બપોરના સુમારે આસુંદર ગામનાં તળાવ પાસે આવેલા વડની વડવાઈઓમાં ફાંસો ખાઈ લીધો હતો. મૃતકના પિતાએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા વધુ તપાસ હેકો સંદીપ શ્રીરામ તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...