તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાશીવાડીમાં ગટર પર સ્લેબ મુકવાની કામગીરી અધુરી છોડાતાં જનઆક્રોશ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મને ખબર નથી, તપાસ કરાવી લઉં છું

કાશીવાડી વિસ્તારમાં વરસાદી ગટર ઉપર અધૂરા સ્લેબ બાબતે મને ખબર નથી. અને આ સ્લેબના કામ બાબતે તપાસ કરાવી લઉં અને આ કામગીરી જલ્દી થાય તે માટે સલગ્ન વિભાગને જાણ કરી સ્લેબ ભરાય તેવા પ્રયત્નો કરીશું. > રવું ઉર્ફે રાજુભાઈ પટેલ, ડ્રેનેજ વિભાગ ચેરમેન, નવસારી પાલિકા

મચ્છરોનો ત્રાસ વધતા રોગચાળો ફેલાયો

અમારા વિસ્તારમાં બે માસ પહેલા ગટર ઉપર સ્લેબ ભરવાનું કામ નગરપાલિકા દ્વારા અધૂરું છોડી દેતા અમારા વિસ્તારોમાં મચ્છરોના ત્રાસ નાં કારણે બીમારી વધી છે બાળકો ગટર માં પડ્યા છે અને આ ગટર માં સાપ પણ જોવા મળ્યા છે.
> મોહમદભાઈ, સ્થાનિક, કાશીવાડી

નવસારી | નવસારીનાં વોર્ડ નબર 4 માં આવેલ તરોતા બજાર અગિયારીની પાછળ કાશીવાડી વિસ્તારમાંથી શહેરના ગંદા પાણીનાં નિકાલ માટેની ગટર પસાર થાય છે અને તેના ઉપર સ્લેબ ભરવાની કામગીરી જાન્યુઆરી માસ સુધી કાર્યવાહી આ વિસ્તારમાં ચાલી હતી.પણ બે જગ્યાએ સ્લેબ ભરવાની કામગીરી અધુરી મૂકી હતી ત્યાર બાદ નવસારી પાલિકા દ્વારા આ સ્લેબ ભરવાની કાર્યવાહી ન કરાઈ હતી જેને પરિણામે આ ગટર માં ઉત્પન્ન થતા મચ્છરોને કારણે આ વિસ્તારમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે.આ ગટર માં બાળકો પડી જવાના અવાર નવાર બનાવ બનતા નગરપાલિકા આ અધૂરું કામ પૂરું કરે તેવી માંગ ઉઠી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો