33 લાખ ચાંઉ કરનારા પાસે રૂપિયો રિકવર ન થઇ શક્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એટીએમ મશીનમાં નાણાં જમા કરવાની કામગીરી કરતા ચાર યુવકોએ કંપની સાથે છેતરપિંડી કરી પારડી, ધરમપુર તેમજ કપરાડામાં રૂ.33 લાખ જમા ન કરાવી ઠગાઇ કરી હતી. અગાઉ બે આરોપી બાદ વોન્ટેડ બે આરોપીની ધરપકડ કરાઇ હતી. રિમાન્ડ પુરા થયા બાદ બંને નવસારી સબજેલમાં ધકેલાયા હતા.

સીએમએસ ઇન્ફો સિસ્ટમ કંપનીમાં કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતા જીતુ અંબેલાલ માહ્યાવંશી, જીગ્નેશ જગદીશ પટેલ, વિનોદ પાલ અને આકાશ ઢેંગે એટીએમમાં રૂપિયા જમા કરવાની કામગીરી કરતા હતા. ઓડિટમાં પારડી, ધરમપુર અને કપરાડામાંથી રૂ.33,31,600 ઓછી બતાવતા મેનેજરે વાપી જીઆઇડીસી પોલીસમાં 7 ફેબ્રુઆરીએ ચારેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જીતુ અને જીગ્નેશની ધરપકડ બાદ વોન્ટેડ વિનોદ તથા આકાશની ધરપકડ કરાઇ હતી. રિમાન્ડ પુરા થયા બાદ સોમવારે બંને આરોપી નવસારી સબજેલમાં ધકેલાયા હતા. જોકે અત્યાર સુધી પોલીસને ઉચાપતની એક પણ રકમ રિકવર કરવામાં સફળતા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...