Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કબીલપોર ખાતે ચાલતી રામકથાને વિરામ અપાયો
નવસારી | કબીલપોરના પીજી ગાર્ડન ખાતે વનવાસી અનાથ બાળકોનાં લાભાર્થે આયોજિત રામકથાને વિરામ અપાયો હતો. કબીલપોર પી.જી. ગાર્ડન સોસાયટી અને રાધાકૃષ્ણ સોસાયટી મહિલા મંડળ દ્વારા ડાંગના શિવાળીમાળ ખાતે વૈદેહી આશ્રમ સંચાલિત ભારતમાતા કન્યા છાત્રાલયનાં લાભાર્થે આયોજિત સાધ્વી યશોદાદીદીની રામકથાને રવિવારે વિરામ અપાયો હતો. વ્યાસપીઠ પરથી શ્રાવકોને સંબોધતા કહ્યું હતું કે જે ધન રાષ્ટ્ર માટે કે ધર્મ માટે વપરાય તે ધન જ સાર્થક ધન કહેવાય. દીદીએ કહ્યું હતું કે રામકથા કલ્પવૃક્ષ છે તેનાથી બધાને ઇચ્છા મુજબનાં ફળ મળે છે. તેમણે કહ્યું હતું કે રામાયણની ચોપાઈ વહુને સંદેશા આપે છે કે સાસરીમાં સાસુ, સસરા અને ગુરુની સેવા કરવી, સાસુમાં માતા અને વહુમા દીકરીને જોતા થઇએ તો સમાજમાં કંકાસ થતાં અટકી જશે. કથામાં સીતારામ વિવાહનાં પ્રસંગ વર્ણવ્યા બાદ અહલ્યાનો ઉદ્ધારનો પ્રસંગ વર્ણવ્યો હતો. આ કથામાં ડાંગના માજી ધારાસભ્ય વિજય પટેલ, વઘઇ તાલુકા ભાજપનાં પ્રમુખ ધર્મેશ પટેલ, કોગ્રેસનાં અગ્રણી એ.ડી.પટેલ, કબીલપોરના અગ્રણી ઓમપ્રકાશ અગ્રવાલ, વીરવાડી હનુમાન મંદિર ટ્રસ્ટનાં અશોક ધોરાજીયા, જીતુભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા. યજમાન રણજીત પટેલ, ગોરધન પટેલ સહિતનાં દાતાઓએ દાન આપવાની જાહેરાત કરી હતી.