Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જલાલપોરના રામ મંદિરની છત રાત્રે તૂટી પડતા ભયનો માહોલ
જલાલપોર ખાતે 100 વર્ષ થી વધુ જુનું રામજી મંદિર આવેલું છે તેનું સંચાલન જલાલપોરનાં કેટલાક અગ્રણીઓ સંચાલન કરી રહ્યાછે.છેલ્લા 7 વર્ષથી આ મંદિરનાં પુજારી તરીકે અલખ નારાયણ મિશ્રા સેવા આપી રહ્યા છે.રામજી મંદિર વર્ષો જુનું હોય જે બાબતે મંદિરનાં ટ્રસ્ટીઓને જાણ કરી હતી,પણ કોઈ પગલાં ન લેતા તા.11 માર્ચના રોજ મધરાત્રીના સમયે મદિરની છત તૂટી પડી હતી.જો કે આ બાબતે મંદિરના પુજારીને સવારે ખબર પડી હતી.મંદિરનાં પુજારીએ ટ્રસ્ટીઓને આ દુર્ઘટના બાબતે જણાવ્યું હતું.જો કે રામજી મંદિર ટ્રસ્ટ સંચાલિત હોય રામજી મંદિરની સુરક્ષા બાબતે ટ્રસ્ટીઓ ક્યારે પગલાં લેશે જેને લઈને સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે.જો કે અગાઉ ગામજનો એ મંદિરનાં જીર્ણોદ્ધાર માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.પરંતુ મંદિરનાં ટ્રસ્ટીઓ દ્વારા કોઈ પગલાં લીધા ન હતા.ટ્રસ્ટ ના કેટલાક લોકો ની અમીદ્રષ્ટિ ને કારણે કેટલાક લોકો દ્વારા મદિરનાં કેમ્પસમાં કોઈ પણ જાતની પરવાનગી વગર દુકાનો બનાવી દીધીને જગ્યા હડપી લેવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની લોકચર્ચા ચાલી રહી છે.
ભયજનક મંદિર બાબતે વારંવાર રજૂઆત છતાં પગલાં નહીં
બે વાર છત તૂટી, કોઈ જાનહાની નહીં
હું છેલ્લા 7 વર્ષ થી મદિરનાં પુજારી તરીકે ફરજ બજાવું છુ આજે બુધવારે .સવારે મંદિરમાં ગયો અને ત્યાં જોયું તો મંદિરની છત તૂટી ગઈ હતી,જે બાબતે ટ્રસ્ટીઓને જાણ કરી હતી.અગાવ પણ એક બાજુ નો ભાગ પડી ગયો હતો જો કે બે વાર દુર્ઘટના બની છતાં કોઈ જાનહાની ન થતા ભગવાનનો આભાર માનું છું. > અલખ નારાયણ મિશ્રા, પૂજારી