તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીલીમોરામાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતીએ રેલી નીકળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવાનોની પ્રેરણા સ્ત્રોત અને અને યુવાનોના પથદર્શક એવા સ્વામી વિવેકાનંદજીની 156મી જન્મ જયંતીની બીલીમોરામાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમન, પતંગ ઉત્સવ ટાણે કરુણા અભિયાન, આર. એસ. એસ. સહિતની અનેક સંસ્થા સાથે યુવાનોને સંદેશો સાથે રેલીનું આયોજન કરી સંદેશો ફેલાવ્યો હતો અને ખાડા માર્કેટમાં આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો સૂત્ર આપનાર અને દેશના જન જનના પથદર્શક એવા રાષ્ટ્ર પુરુષ સ્વામી વિવેકાનંદજીની 156મી જન્મ જયંતીની એક લોકજાગૃતિ સંદેશા સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બીલીમોરા નગરપાલિકા રામકૃષ્ણા વિવેકાનંદ કેન્દ્ર, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને લાયન્સ ક્લબ તેમજ વન વિભાગના ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન અને માર્ગ સલામતી અભિયાનના ઉપક્રમે કરવામાં આવી હતી.

બીલીમોરામાં સ્વામીવિવેકાનંદ જયંતીએ નીકળેલી રેલી નીકળી હતી.

અન્ય સમાચારો પણ છે...