તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જલાલપોરમાં 150 વર્ષ જૂનું મકાન પડી જવાની શક્યતા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જલાલપોર ખાતે આવેલ પ્રાચીન રામજી મંદિરની બાજુમાં આવેલ 150 વર્ષ જૂનું મકાન અત્યંત જર્જરીત થયું હોય અને ગમે ત્યારે પડી શકવાની શક્યતા હોય તેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેને જાનહાનિ ટાળી શકાય એમ હોય તુરંત કાર્યવાહી કરવા આ વિસ્તારનાં લોકોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી.

જલાલપોર ગામે આવેલ થાણા તળાવની બાજુમાં રામજી મંદિર આવેલ છે તેની બાજુમાં 150 વર્ષ જૂનું મકાન જર્જરીત અવસ્થામાં હોય અને ગમે ત્યારે તુટી પડવાની સંભાવના હોય અને આ મકાનમાં પરીવારો રહેતો હોય તેમની જાન ને જોખમ હોય આ બાબતે જલાલપોર ગામનાં લોકોએ નવસારી ચીફ ઓફિસરને આ જર્જરીત મકાનમાં કોઇ દુર્ઘટના થાય તે પહેલા ઉતારી કાર્યવાહી કરતું આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

જલાલપોરનાં પરેશ વેકરીયા તથા અન્ય સ્થાનિકોએ આપેલ આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું કે આ જર્જરીત મકાનને અડીને જલાલપોર ગામનું થાણા તળાવ આવ્યું છે. મકાન મુખ્ય રોડ નવસારી રેલવે સ્ટેશનથી જલાલપોર બોદાલી ગામ તરફનાં રસ્તાને અડીને આવેલું છે. બાજુમાં જ પ્રાચીન રામજી મંદિર આવેલું છે. જેમાં દરરોજ દર્શનાર્થીઓની ભીડ રહે છે. આ મકાન તૂટી પડે તો મોટી સંખ્યામાં જાનહાનિ થવાની શક્યતાં રહેલી છે. ઉપરાંત આ મંદિર કેમ્પસમાં નવા આરસીસીનાં રહેણાંક માટેનું બાંધકામ ચાલું હોય સત્વરે આ જર્જરીત મકાન દૂર કરવા જણાવ્યું હતું.

150 વર્ષ જૂનું જર્જરીત મકાન.

અહીં પણ નોટિસ અપાઇ છતાં ધ્યાન અપાયું નહીં
રામજી મંદિરની બાજુમાં 150 વર્ષ જૂનાં મકાનને નગરપાલિકા દ્વારા ઉતારી પાડવાની નોટિસ પણ આપી છે છતાં પણ લોકો જર્જરીત મકાનમાં રહીને પોતાનું તથા પરિવારોનાં જીવ દાવ પર મૂકી રહ્યાં છે. આ મકાન જલદી ઉતારીને દુર્ઘટના થાય તે પહેલાં નવસારી પાલિકાએ કાર્યવાહી એ લોકોનાં હિત માટે કરવી જોઇએ. નીતીન માલવીયા-સ્થાનિક, જલાલપોર

100થી વધુ જર્જરીત ઇમારતોને નોટિસ
શહેરમાં 100 જેટલી જર્જરીત ઇમારતો હોવાની પાલિકા પાસેથી માહિતી મળી છે. જેમાં જર્જરીત મકાન ઉતારી પાડવામાં આવ્યા છે. નોટિસ આપી હોય તેઓએ જર્જરીત ભાગ ઉતારી લીધો છે પણ જુના ભાડુત અને મિલકતદારો વચ્ચે કોર્ટ મેટર ચાલતી હોય તેવી ઇમારતોની કાર્યવાહી કરી શકાતી નથી તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો