તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાલયના લાભાર્થે કવિ સંમેલન યોજાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | ઘેલખડીના વિસ્તારમાં આવેલા વિદ્યાધામ વિદ્યાલયના લાભાર્થે હાસ્ય કવિ સંમેલન યોજાયું હતું. જેમાં દેશભરના જાણીતા કવિઓએ લાભ લીધો હતો. કવિ સંમેલનનો આરંભ અતિથિવિશેષ ચહેર માતાજી દિનેશ મહારાજ મરોલી, ડો. રાજન શેઠજી, ચેતન બિરલા વગરેના હસ્તે દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરાયો હતો. પ્રદીપ પાંડે તેમજ સંસ્થાના કાર્યકરોએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. વિદ્યાલય વિદ્યાધામ વતી પ્રદીપ પાંડેએ કવિ ડો. રાજ બુંદેલી, મનોજ મદ્રાસી, વાહેગુરૂ ભાટીયા, કુલદીપ રંગીલા, ડો. લતા સ્વરાંજલીનું સ્વાગત કર્યું હતું. ડો. રાજ બુંદેલીએ નવસારી તીર્થધામ હોવાનું જણાવ્યું હતું. કવિ કુલદીપ રંગીલાએ કવિ સંમેલનનું સંચાલન કરતા ગાંધીજી, જમશેદજી ટાટા, દાદાભાઈ નવરોજીને યાદ કર્યા હતા. કવિ મનોજ મદ્રાસી આદર્શ બાલક, હોલી, ડો. લતા મદ્રાસીએ મા ભારતીનું વંદના કરી હતી. કવિ દિલ્હીના વાહેગુરૂ ભાટીયાએ દામિની હત્યાકાંડ વિશે કહ્યું કે બેશક દરીંદો કો શૂલી પર પહોંચાદો, બેટી બચાવો ને બદલે બેટે બચાવો, બૂરી સંગત, બૂરી આદતથી બચાવો. કુલદીપ રંગીલાએ વહનમાં જીસને મુઝે રોને નહીં દીયા, ડો. લતા સ્વરાંજલીએ ન કર શરાબ મેં ઝહર મિલાને કી કોઈ રાણા નહીં બનતા કોઈ અકબર બનતા.

અન્ય સમાચારો પણ છે...