તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સવળી સમજણ જ સુખ-શાંતિનો રાજમાર્ગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | આપણા જીવનમાં જ્યારે જ્યારે વિક્ષેપ આવે-મુશ્કેલીઓ આવે, દુ:ખ આવે ત્યારે ત્યારે આપણે અંતરમાં હતાશા-નિરાશા-દુ:ખ અનુભવીએ છીએ. આવી વિપરીત પરિસ્થિતિમાં અંતર હલબલી ન જાય-અંતરમાં સુખ શાંતિ રહે તે માટે પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા છે તેનું નિરંતર અનુસંધાન રાખવું. આ લોકના માયિક એવા પદાર્થોના નાશવંતપણાનું અનુસંધાન તથા ભગવાનના માહાત્મ્ય જ્ઞાનનું અખંડ અનુસંધાન રાખવું. ઉપરોક્ત શબ્દો નવસારી અ.પુ.સ્વામિનારાયણ મંદિરે ઇ.સ.2019 ની પ્રથમ રવિ સત્સંગ સભાને સંબોધતા અમદાવાદથી પધારેલા યુવા વિદ્ધાન સંત પૂ.વિવેકશીલ સ્વામીએ ઉચ્ચાર્યા હતાં. પૂ.વિવેકશીલ સ્વામીએ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની પરાવાણીના ગ્રંથ વચનામૃતને આધારે ભગવાન સ્વામિનારાયણ અને ભગવાનના અખંડ ધારક સંત પૂ.મહંત સ્વામી મહારાજનું સતત અનુસંધાન રાખવાનું સમજાવ્યું હતું. ભગવાન સ્વામિનારાયણ તથા પ્રગટ ગુરૂહરિ મહંત સ્વામી મહારાજ વિષે આપણને જેમ દેહ અને દેહના સંબંધી વિષે આત્મબુદ્ધિ છે તેવી આત્મબુદ્ધિ રાખવી. જીવનમાં મુંઝવણ-પ્રશ્નો આવે ત્યારે સવળી સમજણ રાખવી અને ભગવાનને સર્વેના કર્તા સમજવા.

અન્ય સમાચારો પણ છે...