Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બીજા દિવસે પણ ચાઈનીઝ અને કાચ મિશ્રિત દોરા વેચનારા 14 સામે કાર્યવાહી
આવનારા મકરસંક્રાંતિનાં પર્વને ધ્યાનમાં રાખી પશુપંખીઓ અને માનવને ચાઈનીઝ દોરી કે કાચવાળી દોરીથી કોઈને નુકસાન ન થાય તે માટે કલેકટરે જાહેરનામુ બહાર પાડ્યું છે. જે અંતર્ગત નવસારીમાં બીજા દિવસે જાહેરનામાના ભંગ બદલ ચાઈનીઝ દોરી અને કાચ મિશ્રિત દોરા વેચનારા અને ઉત્પાદન કરનારા સામે 14 સામે કાર્યવાહી કરી બે દિવસમાં 35 લોકો સામે કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે.
નવસારી શહેર સમગ્ર જિલ્લામાં મકરસંક્રાંતિના તહેવારને ધ્યાને લઈ ઠેરે ઠેર પતંગ અને માંજાની દુકાનો ખુલી જવા પામી છે. કલેકટરનાં જાહેરનામાને લઈને પોલીસે દરેક તાલુકામાં ચાઈનીઝ દોરી અને કાચ અને કરોટી મિશ્રિત દોરી માંજનારા સામે લાલ આંખ કરી છે. 8મી જાન્યુઆરીએ જાહેરનામાનો ભંગ કરી પતંગના દોરા માંજવા માટે કાચ તેમજ કરોટી જેવા પદાર્થનો ઉપયોગ કરનારા 21 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. 9મી જાન્યુઆરીએ નવસારી ટાઉન પોલીસ ...અનુસંધાન પાના નં. 3