તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેલીબિिયાં સંગ્રહ કરવાની અવનવી પદ્ધતિ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યમાં ઘણાં ખેડૂતો પોતાના ખેતરમાં તૈલીબિયાનો પાક તો તૈયાર કરે છે. પાક તૈયાર કર્યા બાદ તેમાંથી નીકળેલી ઉપજ ઘરમાં જ સાદી પદ્ધતિથી સંગ્રહ કરે છે. પરંતુ તેને સંગ્રહ કરવામાં કેટલીક પદ્ધતિઓ અપનાવતા ન હોવાથી તેનો બગાડ થાય છે અને તેનો ફરી ઉપયોગ કરી શકતા નથી. આ અંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના કોલેજ ઓફ અગ્રી. ઇન્જીન્યરીંગ એન્ડ ટેકનોલોજી વિભાગના અનુસ્નાતક વિદ્યાર્થી ઇજ. ખેર રોહિત કુમાર એમ.એ કેટલીક માહિતી આપી છે તે ખેડૂતો માટે ઘણી ઉપયોગી નિવડી શકે છે. અને ખેડૂતો તેનો ઉપયોગ કરે તેનો ઘણો ફાયદો મળી શકે છે.

તૈલીબિયાંના પાકમાં મગફળીનો સંગ્રહ આ રીતે કરશો
ફુદીનાનો ઉપયોગ કરવાથી : મગફળીના દાણામાં સાદો અને જીવાત પડવાનો પ્રશ્ન મોટો છે, તેનાથી બચવા માટે મગફળી ના દાણા ને ૧ દિવસ તડકે સુકવીને ૧ મણ દીઠ ૧૦૦ ગ્રામ ફુદીનાનો સુક્વેલો પાવડર નાખવાથી જીવત કે ફૂદી પડતી નથી અને દાણા પણ ખોરા થતા નથી.

હળદરના ગાંઠિયાનો ઉપયોગ કરવાથી : ૫ કિલો મગફળીમાં ૨૫થી ૩૦ હળદરના ગાઠીયા મુકવાથી તેમાં સાદો ક મુંડા કે ફૂદા પડતા નથી અને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકીએ છીએ.

કપૂર નો ઉપયોગ કરવાથી : મગફળીને જીવાત, ભેજ, અને સડતી બચાવવા માટે તડકે સારી રીતે સુક્વ્યા બાદ ૩૦ સેમીના થર કર્યાં બાદ ૮ થી ૧૦ ટુકડા કપૂર ગોટી મુકવી, અંતે કોથળામાં ઉપર કપૂરની ગોટી મુકીને કોથળો બંધ કરી દેવામાં આવે તો ૮ થી ૧૦ મહિના સુધી મગફળીમાં કઈ થતું નથી.

તલનો સંગ્રહ આ રીતે કરો
કાચકાના બીજનો ઉપયોગ કરવાથી : 20 કિલો તલમાં (એટલે કે એક મણ માં) કાચકાના લખોટી જેવા 500 ગ્રામ બીજ મૂકવામાં આવે છે કે જેથી તલમાં બાચકા, ઈયળ કે ધનેડા ડેવા જીવજંતુ પડતા નથી અને તલને લાંબા સમય સુધી ટકાવી રાખવાની સાથે તેનો સંગ્રહ કરી શકીયે છીએ.

એરંડીના દાણાનો ઉપયોગ કરવાથી : ૧૦૦ કિલો તલ માં ૨ કિલો એરંડીના દાણાને મિક્ષ કરીને કોઠાર માં સંગ્રહ કરવાથી લાંબા સમય સુધી ટકી રહે છે.અને ખરાબ થતા નથી અને તેમાં ઈયળ અથવા તો ફૂગી થતી નથી.

સુકા મરચા અને દિવેલાના દાણાનો ઉપયોગ કરવાથી : એક મણ તલમાં 100 ગ્રામ સુકા મરચાના ટુકડા મૂકો અને ૧૦૦ ગ્રામ દિવેલાના દાણા નાખવાથી અથવા તો તેને મિક્ષ કરવાથી લાંબા સમય સુધી સંગ્રહ કરી શકીએ છીએ અને તલના પાકમાં ક્યારેય જીવાત પેદા થતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો