તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાને કારણે યુગાન્ડાની યાત્રા ટૂંકાવીને કથાકાર પરત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉનાઈ | આખા વિશ્વમાં કોરોનાનો હાહાકર એટલો ફેલાયો છે કે તેને કારણે આખા વિશ્વમાં મોટા ભાગના ઉદ્યોગો અને રોજગાર ઠપ થઈ ગયા છે. એવા સંજોગોમાં યાત્રા પ્રવાસ કરવા બહુ જોખમી બની ગયા છે, ત્યારે યુગાન્ડા ગયેલા કથાકાર યુગાન્ડાની કથા યાત્રાએ ગયેલા કથાકાર પ્રફુલભાઇ શુકલ માનસ મનોરથી રામકથા પૂર્ણ કરીને યુગાન્ડાનો પ્રવાસ ટૂંકાવીને વહેલી તકે બુધવારે ભારત પરત થયા છે. એમણે જીન્જા અને નકુરુ-કેન્યાની કથા હાલ પુરતી બંધ રાખી છે. એમની સાથે ભાવેશભાઇ જોશી (અમદાવાદ) મહેન્દ્ર પટેલ, વિનોદભાઈ વાયોલીન, કૃષ્ણ શુકલ અને રાજ પટેલ સાથે આવી ગયા છે. મુંબઈ એરપોર્ટ પર નિર્વિઘ્નથી ઉતરીને સીધા ગુરુદેવ બજરંગદાસ બાપાના દર્શન કરવા બગદાણા જવા રવાના થયા છે. એમણે ભારપૂર્વક કહ્યું હતું કે કોરોના વાયરસનો જરાપણ ડર રાખવાની જરૂર નથી પણ સાવચેતી રાખવા જરૂરી છે. કપુર, ઘી અને નવ પ્રકારની વનસ્પતિનો હવન અને ગાયત્રી મંત્રનો જાપ કોરાના વાયરસને હિન્દુસ્તાનમાં રહેવા દેશે નહીં માટે ભય છોડીને ભાવથી ધર્મનું પાલન કરો.
અન્ય સમાચારો પણ છે...