તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં લઘુતમ તાપમાન 4 ડિગ્રી ઘટી 11 થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીમાં ગુરૂવારે શિયાળાની ઋતુનો ઠંડો દિવસ નોંધાયો છે. જેમાં મહત્તમ તાપમાનમાં એક ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો.નવસારી કૃષિનાં આબોહવા વિભાગ ખાતેથી પ્રાપ્ત માહિતી મુજબ ગુરૂવારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું. જયારે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું. સવારે 98 ટકા ભેજ અને સાંજે પણ 56 ટકા ભેજનું પ્રમાણ નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિ કલાકે 1.8 કિમી અને ઉત્તર અને પૂર્વ દિશાએથી પવન ફૂંકાયો હતો. લોકોએ સાંજે તાપણું સળગાવીને ઠંડીનો સામનો કરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...