તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૈત્રી પરિવારની સભા શનિવારે મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીમાં સિનિયર સિટીઝન માટે મૈત્રી પરિવાર સંસ્થાનું સંચાલિકા બહેનો, હિના, સીમા, અંજુ, નયના, રચના વગેરે સંચાલન કરે છે. દર મહિનાના બીજા અને ચોથા શનિવારે મિટિંગ યોજી અવનવી પ્રવૃત્તિઓ કરે છે. બૌદ્ધિક જ્ઞાન માટેની દિમાગો રમતો, હાઉસી, અંતાક્ષરી, પ્રેરક પ્રવચનો જેવા ઉપયોગી કાર્યક્રમ યોજવામાં આવે છે. આ મહિનાની બીજી મિટિંગ 20મીને શનિવારે સાંજે 4 કલાકે બનાસકાંઠા પાલનપુર સ્થાનકવાસી વાડી, નાગતલાવડી, સાંઢકૂવા નવસારીમાં મળશે. મૈત્રી પરિવારના તમામ સભ્યોને હાજર રહેવા સંચાલિકા બહેનોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...