તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાપુરૂષોના જીવન એ આપણા માટે અનેરો આદર્શ છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | વાંસદા જૈન શ્વે.મૂ.પૂ. સંઘમાં પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં સિદ્ધાંતદિવાકર સુરિપુરંદર ગચ્છાધિપતિ શ્રીમદ વિજય જયઘોષસૂરિશ્વરજી મહારાજાની દ્વિતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે ગુણાનુવાદની સભાનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય પંન્યાસ પદ્મદર્શનજી મહારાજે જણાવ્યું હતું કે મહાપુરૂષોના જીવન એ આપણા માટે અનેરો આદર્શ છે. જેની પાસે આદર્શો નથી તેનું જીવન ગમે ત્યારે આપત્તિઓની લડાઈમાં ભેરવાઈ જાય છે. પૂજ્ય પુરૂષો આપણને નવી દિશા બતાવે છે. શાંત અને સીધા બાળકોનો વિકાસ ઓછો થાય છે પણ તોફાની બાળકોનો વિકાસ વધુ થાય છે. નાનકડી વયે પિતાની સાથે સંયમના વાઘા સજ્યા હતા. જવાહરમાંથી જયઘોષવિજય બનનાર ગુરૂકૃપાતી અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રે નંબર વન હતા. આથી જ તેઓને સિદ્ધાંત દિવાકરની પદવી પૂજ્યપાદ આ. ભુવનભાનુસૂરિજી મહારાજાએ એનાયત કરી હતી. 45 આગમની યુનિ. એટલે જયઘોષસૂરિશ્વરજી મહારાજા. તેઓ ત્યાગી, સંયમી અને નૈષ્ઠિક બ્રહ્મપૂંજ હતા. જૈન શાસનની કોઈપણ જટીલ સમસ્યા ચપટીમાં ઉકેલી નાંખવાની હથોટી એમની પાસે હતી. સમગ્ર જીવન દરમિયાન કોઈપણ અખબાર કે મેગેઝીનને તેઓએ હાથ લગાડ્યો ન હતો. તેઓની નિશ્રામાં 600 ઉપરાંત શ્રમણ ભગવંતો હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો