તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી સિવિલમાં અનિયમિત પગારથી કોન્ટ્રાકટ કર્મીઓના બજેટ ખોરવાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવસારી નવી સિવિલ હોસ્પિટલ તેની સફાઈ, દર્દીઓને પડતી અગવડતા, સ્ટાફનું દર્દીઓ સાથેના ઉદ્ધત વર્તન અને હાલ બીજા નવા કેટલાય વિવાદમાં સપડાયેલી રહે છે. જેમ જેમ દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે તેમ તેમ સિવિલમાં વિવાદમાં પણ વધારો થઇ રહ્યો છે. નવા વિવાદની વાત કરીએ તો નવસારી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષથી કોન્ટ્રાક્ટ ઉપર વર્ગ-3ના કર્મચારીઓને લેવામાં આવે છે. આ કર્મચારીઓને આજ સુધી કાયમી કરવાની તો કદી વાત કરવામાં આવી નથી પરંતુ નાના કર્મચારીઓના સમયસર પગાર પણ ચૂકવવામાં આવતો નથી.

નવસારી નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી તકલીફો અને કાયમી સ્ટાફની ગરીબ દર્દીઓ સાથે થતી ગેરવર્તણૂક લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. હવે આ ચર્ચામાં નવો વધારો થયો છે. નવસારી સિવિલમાં છેલ્લા 10 વર્ષથી પણ વધારે સમયથી 80 ટકા સ્ટાફ કોન્ટ્રાકટ ઉપર કામ કરે છે. 100થી વધુ લોકો હોસ્પિટલમાં કોન્ટ્રાકટ ઉપર જ કામ કરે છે. સફાઈ કર્મચારી, આયા માસી, કમ્પ્યૂટર ઓપરેટર, સિક્યુરિટી તેમજ અન્ય બીજા ઘણા સ્ટાફ કોન્ટ્રાકટ ઉપર જ નોકરી કરે છે. એવું કહેવું અતિશયોક્તિ નથી કે મોટાભાગની સિવિલ હોસ્પિટલ કોન્ટ્રાકટ કર્મચારીઓથી જ ચાલે છે. આ કર્મચારીઓને કાયમી કરવાની વાત તો દૂર રહી પણ તેમને સમયસર પગાર પણ ચૂકવવામાં આવતો નથી. છેલ્લા 10 મહિનાથી કર્મચારીઓ તેમના સમયસર પગાર ન થતા પરેશાન રહે છે. નોકરી જવાની બીકે બોલી શકતા નથી, જેના કારણે નાના વર્ગના કર્મચારીઓ કે જેમના બેંક હપ્તા ચાલતા હોય તેમને અને ઘરના નાના-મોટા ખર્ચાને પહોંચી વળવા માટે પણ તેમને તકલીફ થતી હોય છે.

એક દિવસની હડતાળ પણ બેઅસર

ભાસ્કર દ્વારા આ બાબતે ઊંડાણમાં તપાસ કરતા નામ ન આપવાની શરતે કેટલાય કર્મચારીઓએ તેમની તકલીફ જણાવી હતી કે પહેલા અમારા પગાર સમયસર થઇ જતા હતા પણ જ્યારથી નવા સિવિલ સર્જન મેડમ આવ્યા છે ત્યારથી 2 મહિના સુધી અમારો પગાર થતો નથી. અમે વ્યાજથી પૈસા લાવીને ઘર ચલાવીએ છે. બેંકના હપ્તા બાઉન્સ થાય તો બેંક અમારી પાસે દંડ વસુલે છે. જેનાથી અમારા ઉપર પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ થાય છે. આ બાબતે અમે રજૂઆત કરવા એક દિવસની હડતાળ પણ કરી હતી, છતાં અમારી વાત કોઈ સાંભળતું નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો