તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીલીમોરામાં કોળી સમાજનો પરિચય પસંદગી મેળો યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરામાં કોળી પટેલ સમાજ આયોજિત 18માં લગ્ન પરિચય પસંદગી મેળાનું આયોજન કોળી પટેલ સમાજ વાડીમાં કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજના લગ્ન વાંચ્છુક 160 યુવક અને 105 યુવતીઓએ ભાગ લીધો હતો. કોળી પટેલ સમાજના આ પ્રયાસ થકી એકજ પ્લેટફોર્મ પર લગ્નની ઉંમરે પહોંચેલા યુવક યુવતી એકત્ર થઈ શક્યા હોય જેની સમાજ જનોએ પ્રસંશા કરી હતી.

સમાજ વાડીમાં રવિવારે કોળી પટેલ સમાજ આયોજિત 18મો લગ્ન પરિચય પસંદગીમેળો યોજાયો હતો. મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાત તેમજ બીજા રાજ્યોમાં સ્થાયી થયેલા અને વિદેશ થી પણ સમાજ જનો ઉપસ્થિત રહ્યા હતા. જે પ્રસંગે સમાજના લગ્નની ઉંમરે પહોંચેલ 160 યુવકો અને 105 યુવતી ઓએ એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના મનગમતા પાત્ર માટે એક મંચ પરથી પોતાના પરિચય આપી જીવનસાથી ની પસંદગી હાથ ધરી હતી. સમજજનોના સહિયારા પ્રયાસ થકી યુવક યુવતી ઓની સંપૂર્ણ માહિતી સાથેની પુસ્તિકા અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...