તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં 37.3 ડિગ્રી સાથે ગરમી યથાવત, હજુ વધશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી કૃષિ યુનીવર્સીટીએથી પ્રાપ્ત વિગત મુજબ આજ રોજ મહતમ તાપમાન 37.૩ ડીગ્રી અને લઘુતમ તાપમાન 17.8 નોંધાયું હતું.અને વાતાવરણમાં ભેજ નું પ્રામાણ સવારે 81 ટકા અને 53 ટકા બપોર બાદ નોંધાયું હતું. પવન ની ગતિ પ્રતિ કલાકે 3.7 કિમી પ્રતિ કલાકે રહેવા પામી હતી. ગત સપ્તાહમાં મહતમ તાપમાનમાં તા.14 માર્ચનાં રોજ મહતમ તાપમાન 32.5 ,તા.15 માર્ચનાં રોજ 34.૩,તા.16 માર્ચ નાં રોજ 36.7 અને તા.17 માર્ચ નાં રોજ 38.5 અને આજે તા.18 માર્ચનાં રોજ 37.૩ ડિગ્રી મહતમ નોંધાયું હતું.સવારે ઠંડીનું પ્રમાણ અને બપોરે ગરમીમાં વધારો થવા સાથે બપોરનાં સમયે લોકો ગરમીથી રાહત મેળવવા માટે પંખા અને એસીનો સહારો લેવો પડ્યો છે. આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના આબોહવા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે .લોકો ગરમીથી અને કોરોનાથી બચવા માટે મોઢે માસ્ક અને ટોપી પણ પહેરીને ફરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...