તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી નગર શિક્ષણ સમિતિના બજેટમાં ડિજિટલ રૂમનો વાયદો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી પાલિકાની નગર પ્રા.શિક્ષણ સમિતિનું 32 કરોડનું બજેટ મંજુર કરાયું છે, આ બજેટમાં 50 લાખ રૂપિયા શાળાઓમાં ડિજીટલ રૂમ બનાવવા પાછળ ફળવાયા છે.

નવસારી પાલિકાની નગર પ્રા. શિક્ષણ સમિતિનું બજેટ પ્રથમ સમિતિમાં,બાદમાં પાલિકામાં પણ મંજુર કરવામાં આવ્યું છે. આગામી વર્ષના બજેટનું કદ વર્તમાન વર્ષના કદ કરતા 3.30 કરોડ વધારી 32 કરોડ કરવામાં આવ્યું છે. બજેટમાં ગ્રાન્ટેબલ શિક્ષણ ફંડ જેમાં પગાર વિગેરે થાય છે, તે પાછળ 29.46 કરોડ ખર્ચનો અંદાજ છે અને 2.61 કરોડ નોન ગ્રાન્ટેબલ નગરપાલિકા પ્રવૃત્તિ પાછળ કરવાનો અંદાજ મુકાયો છે. બજેટમાં નવસારીની 18 સરકારી પ્રા. શાળાઓમાં અદ્યતન શિક્ષણ આપવા ધો. 5થી 8 માટે ડિજીટલ રૂમ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ માટે 50 લાખ ફાળવાયા છે. આ ઉપરાંત તમામ 18 શાળામાં સીસીટીવી અને થંબ ઈંબોસ પણ 20 લાખના ખર્ચે મુકાશે. આ ઉપરાંત શાળાઓમાં કમ્પ્યૂટર શિક્ષણ, શાળાઓમાં રંગરોગાન, નવિનીકરણ વગેરે પાછળ પણ વધુ ખર્ચ કરવાનો નિર્ણય લેવાયો છે.

CCTV, શાળાના નવીનીકરણ માટે ખર્ચનો અંદાજ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો