તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આહવામાં ડાંગ જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લામાં આગામી 26મી જાન્યુઆરીએ યોજાનારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગેની અગત્યની બેઠકને સંબોધતા કલેક્ટરે કાર્ય આયોજન અંગે જરૂરી સમીક્ષા હાથ ધરી, સંબંધિત અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડયુ હતું. જરૂરી મુદ્દાઓની છણાવટ કરતા કુમારે ફરજનિયુક્ત અધિકારીઓને ખૂબ જ સંવેદનશીલતા સાથે ચોક્સાઇ રાખી કામગીરી કરવા સૂચના આપી હતી.

અગત્યની બેઠકોમાં પૂર્વમંજુરી વિના ગેરહાજર રહેતા અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરતા ડાંગ કલેક્ટર બી.કે.કુમારે પ્રજાસત્તાક પર્વના તાલુકા/જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સંબંધિત કર્મચારીઓને હાજર રહેવાની તાકિદ કરી છે. દરમિયાન કાર્યક્રમ માટે સ્થળ પસંદગી સાથે સ્ટેજ અને માઇક વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, પરેડ, ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો, ઇનામ વિતરણ, મહાનુભાવો માટેની વ્યવસ્થાઓની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. ડીડીઓ એચ.કે.વઢવાણિયાએ વિશેષ કરીને ટેબ્લો તૈયાર કરવા બાબતે રાખવાની કાળજી સંદર્ભે ઉપયોગી માર્ગદર્શન આપી, ટેબ્લોના માધ્યમથી રાજ્ય અને કેન્દ્ર સરકારના કાર્યક્રમોની ઝાંખી સૂપેરે રજુ થાય તેવા પ્રયાસો હાથ ધરાશે. ડાંગ જિલ્લાનો આ વર્ષનો પ્રજાસત્તાક પર્વનો કાર્યક્રમ જિલ્લા કક્ષાએ આહવા ખાતે યોજાનાર છે. જ્યારે વઘઇ તાલુકાનો કાર્યક્રમ ઝાવડા ખાતે અને સુબીર તાલુકાનો કાર્યક્રમ સાજુપાડા ખાતે યોજવાનું નિયત કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...