ખુરશીની આડમાં લઈ જવાતો 2.98 લાખનો દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી ગ્રામ્ય પોલીસના અપોકો નજુભાઈ ઝીલુભાઈને બાતમી મળી હતી કે સફેદ કલરનો ટેમ્પો (નં. GJ-15-XX-0550)માં વિદેશી દારૂ ભરીને સુરત તરફ જનાર છે. બાતમીને પગલે બોરીયાચ ટોલનાકા નજીક પોલીસે વોચ ગોઠવી હતી. એ દરમિયાન પોલીસને જોઈને ટેમ્પોનો ચાલક ટેમ્પો મુકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા પ્લાસ્ટીક ખુરશીઓની વચ્ચે સંતાડેલો 159 બાટલી 2.98 લાખનો મળ્યો હતો. પોલીસે દારૂ સહિત ટેમ્પો મળી કુલ 5.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...