તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉનાઈ મંદિરે મતદાન પ્રેરિત કરવા બનાવેલી રંગોળી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાઈ | દક્ષિણ ગુજરાતના ઐતિહાસિક ઉનાઈ માતાજીના મંદિરે હાલ ચૈત્ર નવરાત્રીમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે ત્યારે આ ભકતોમાં મતદાન કરે તેવા ઉદ્દેશથી જનતા હાઈસ્કૂલ તરફથી એક રંગોળી બોર્ડ બનાવી પગથિયા ઉપર મૂકવામાં આવ્યું હતું, જેમાં મતદાતાઓને 23મી એપ્રિલે ગુજરાતમાં મતદાન કરવા માટે અપીલ કરાઇ છે. મંદિરના પુજારી દ્વારા મંદિરના પટાંગણમાં મતદાન માટે રંગોળી બનાવી ભક્તોમાં આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાતમાં 23મી એપ્રિલે મતદાન યોજાનાર હોય મોટી સંખ્યામાં લોકો મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ જનતા હાઈસ્કૂલ દ્વારા યોજવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...