તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉનાઈ ખાતે શરભંગેશ્વર મંદિરના પાટોત્સવની ઉજવણી કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાઈ | દક્ષિણ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ખાતે આવેલા શરભંગેશ્વર મહાદેવનો 6ઠ્ઠો પાટોત્સવ ભકિતમય વાતાવરણમાં મંત્રોચાર સાથે વિવિધ દૃવ્ય થી અભિષેક પૂજા દ્વારા કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઇ ખાતે આવેલા શરભંગેશ્વર મહાદેવ મંદિરનો છઠ્ઠો પાટોત્સવની ઉજવણી ભક્તો દ્વારા ઉત્સાહપૂર્વક ભક્તિમય વાતાવરણમાં કરાઈ હતી. વહેલી સવારે પૂજા અર્ચના કરવામાં આવી હતી. અશોક ગજેરા, અજયભાઈ અને ઉનાઈ માતાજીના વહીવટદાર દિનેશભાઇ ઢીમ્મરે આચાર્ય ધર્મેશ સામવેદી દ્વારા મંત્રોચ્ચારથી વિવિધ દ્રવ્યથી અભિષેક પૂજા કરવામાં આવી હતી. જેમાં દૂધ,દહીં,મધ,ઘી, પંચામૃત દાડમના પાણી, તરોફાના પાણી, શેરડીનો રસ જેવા વિવિધ પ્રકારના પાણી અને દ્રવ્યથી ભગવાન ભોળાનાથને અભિષેક કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...