તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિષ્કામ ભક્તિનું તેજ ભગવાનને આકર્ષિત કરે છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાઈ | શક્તિપીઠ સમાન માં ઉષ્ણ અંબા ઉનાઈ ધામ ખાતે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુકલની ભાગવત કથામા વિદુર ચરિત્ર વર્ણવાયું હતું. વ્યાસપીઠ પરથી કથાકાર પ્રફુલભાઇ શુકલે કહ્યું હતું કે નિષ્કામ ભક્તિ નું તેજ ભગવાનને આકર્ષિત કરે છે. ભક્તોના ભાવ આગળ ભગવાન પણ ભાવવિભોર થઈ જાય છે. આજની કથામા અશોકભાઈ ગજેરા પરિવાર, લતાબેન મોદી, અજયભાઈ ટેલર દ્વારા પોથીપૂજન કરવામાં આવ્યું હતું. આજે કથામાં નૃસિંહ પ્રાગટ્ય ઉત્સવ ઉજવાશે. ઉષ્ણ અંબા મંદિર પરિસરમાં ચાલી રહેલી ભાગવત કથામા ઉનાઈ, ખંભાલિયા, બારતાડ(ઉ), પાઠકવાડી, ડોલવણ, સિણધઈ, સરા, ચઢાવ, ભીનાર, ધરમપુરીના ભક્તજનો કથા શ્રવણનો લાભ લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો