તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુમ અનાવિલ આધેડનો મૃતદેહ કરાડી ગામે પૂર્ણામાંથી મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી ના જમાલપોર ખાતે રહેતા 50 વર્ષીય અનાવિલ શખ્સ ઘરેથી નોકરીએ જાઉં છે તેમ કહીને 26મીએ ગુમ થતા શનિવારે તેમની લાશ કરાડી ગામેથી પસાર થતી પૂર્ણા નદીના કિનારે મળી આવી હતી.

નવસારીનાં જમાલપોરમાં આવેલા સર્વોદય નગર ખાતે રહેતા કલ્પેશ જશવંતરાય દેસાઈ કબીલપોર જીઆઈડીસી ખાતે આવેલી ગુફીક કંપનીમાં નોકરી કરતા હતા. તેઓ 26મી સપ્ટેમ્બરે ઘરેથી રાબેતા મુજબ સવારે નોકરી ઉપર જવા નીકળ્યા હતા અને સાંજે ઘરે પરત ફર્યા ન હતા. પરિવારજનોએ તેમની આજુબાજુ અને સગાસંબંધીઓને ત્યાં શોધખોળ કરી હતી. શોધખોળ કરવા છતાં તેઓ મળી ન આવતા પરિવારજનો તેમના ગુમ થયાની જાણ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવી હતી. 28મીને શનિવારે તેમની લાશ કરાડી ગામમાંથી પસાર થતી પૂર્ણા નદીના કિનારેથી મળી આવી હતી. આ લાશ સર્વોદયનગર ખાતે રહેતા કલ્પેશભાઈ દેસાઈની હોવાની જાણ તેમના પરિવારજનોને પોલીસે કરી હતી. આ બનાવની વધુ તપાસ હેકો ધનસુખભાઈ મણીલાલ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...