તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમરોલી જય અંબે સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી | સમરોલીમાં આવેલ જય અંબે સ્કુલમાં વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિમા બહાર આવે અને શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને મનોરંજન પણ મળી રહે તેવા હેતુથી દર વર્ષે વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવ્યો હતો. રમતોત્સવની વિશેષતા એ હતી કે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ માટે પણ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવતા બાલભવનથી ધો.8 સુધીના 325 જેટલા બાળ રમતવીરો અને 400 જેટલા વાલી ભાઇ-બહેનોએ પણ જુદી-જુદી રમતોમાં ભાગ લઇ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતું. બાળકો સાથે વાલીઓએ પણ રમતોત્સવમાં ભાગ લઇ સંસ્મરણોને તાજા કર્યા હતાં. જય અંબે સ્કૂલમાં સંગીત ખુરશી, દોડ, કોથળા દોડ, ફુગ્ગા ફોડ, લંગડી રુસ, ડબ્બા ફોડ, સિક્કા શોધ સહિતની વિવિધ રમતો યોજવામાં આવી હતી. રમોત્સવમાં વિજેતા વાલી અને વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય, ટ્રસ્ટી અને શિક્ષકોના હસ્તે ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યા હતાં. રમતોત્સવને સફળ બનાવવા શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...