તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મલવાડા ફાટક અને સમરોલી નજીક અકસ્માત સર્જાયા, જાનહાનિ ટળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી ને.હા.નં. 48 ઉપર મલવાડા ફાટક પાસે લકઝરી બસે બાઈકને અડફેટે લેતા બેને નાની મોટી ઈજા પહોંચી હતી. જ્યારે સમરોલી ગામે કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી જતા કારમાં સવારોને નાની મોટી ઈજા થઈ હતી. સદનસીબે આ બંને અકસ્માતમાં જાનહાનિ ટળી હતી.

ચીખલી નેશનલ હાઈવે નંબર 48 ઉપર દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે ચીખલી સમરોલી ગામની હદમાં એક મારૂતિ ઈકો કાર (નં. જીજે-05-સીએમ-7145)ના ચાલકે સ્ટિયરીંગ ઉપરથી કાબુ ગુમાવતાકારને ડિવાઈડર સાથે અથડાવી દઈ રેલિંગ ઉપર ચઢાવી દીધી હતી. કાર રેલિંગ ઉપર બનાવેલી લોખંડની જાળીને પણ તોડી નાંખીને પલટી મારી ગઈ હતી. કાર પલટી મારી જતા કારમાં સવારોને શરીરે નાની મોટી ઈજા પહોંચી હતી. અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું.

સમરોલી ગામે ડિવાઈડર ઉપર ચઢી ગયેલી કાર તેમજ મલવાડા ફાટક નજીક લકઝરી અને અકસ્માત સ્થળે લોકોટોળાને પગલે ટ્રાફિક જામ.

લકઝરી બસે બાઇકને અડફેટે લેતાં બેને ઇજા
બીજા બનાવમાં મલવાડા ફાટક પાસે સવારના સમયે લકઝરી બસ (નં. આરજે-09-પીબી-8494)ના ચાલકે પૂરઝડપે હંકારી લાવી વલસાડથી તરફથી આવી રહેલા સ્પ્લેન્ડર બાઈક (નં. જીજે-15-બીસી-4362)ના ચાલક રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. એ સમયે લકઝરી બસના ચાલકે આ બાઈક સવારને અડફેટે લેતા બાઈક સવાર બે શખ્સને શરીરે નાનીમોટી ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતસ્થળે લોકોના ટોળા એકત્ર થઈ જતા સુરતથી મુંબઈ તરફ જતી ટ્રેક ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...