તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જલાલપોરમાં 25 ફૂટના ભુવાના પુરાણમાં 20 કલાક મથામણ થઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જલાલપોરનાં વોર્ડ નં. 7 પ્રણામી એપાર્ટમેન્ટની સામે ગત રોજ પડેલો ભુવો બપોરના સમયે 22થી 25 ફુટ જેટલો ખાડો પડી જતાં નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ભંગાણ ક્યાં પડ્યું છે તે ખોદાણ કરતા જૂની ગટરની લાઇન તૂટી જવાથી ભુવો પડ્યાનું ધ્યાને આવ્યું હતું. જેમાં પાલિકા દ્વારા દોઢ મીટર પીવીસીની પાઇપલાઇન નવી નાંખીને ગટર લાઇન રીપેર કરી હતી. જેમાં નવસારી પાલિકાનાં 50 થી વધુ કર્મચારીઓ બે કમીટી ચેરમેનો સહિત માયનોર વિભાગનાં અધિકારી સતત 20 કલાક ઘટનાસ્થળે કામ સંપૂર્ણ કર્યુ હતું.

નવસારી પાલિકાનાં વોર્ડ નં. 7 ગૌરીશંકર મહોલ્લા તરફ જતાં રોડ ઉપર પ્રણામી એપાર્ટમેન્ટની સામે ગતરોજ સવારે એકાદ બે ફુટ જેટલો ભુવો રસ્તાની વચ્ચે પડ્યો હતો. જે બપોર સુધીમાં 25 ફુટ જેટલો ખાડો થઇ ગયો હતો. જે બાબતે સ્થાનિકોએ નગર સેવકને જાણ કરતા તેમણે ...અનુસંધાન પાના નં. 2

જલાલપોરમાં ચાલી રહેલું ભુવાનું સમારકામ તાત્કાલિક શરૂ કરી દેવાયું.

સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટીઓની માનવતા
જલાલપોર ખાતે સતત 20 કલાક મજુરોએ સખત કામગીરી કરી હતી, જેમાં સવારે 11 વાગ્યાથી શરૂ થયેલ કામગીરી કરતા મજૂરોને રાત્રે 10.30 વાગ્યે પાલિકાનાં સભ્યો જમવાનું લાવ્યા હતાં પણ 50 જેટલા મજુરો માટે સ્વામીનારાયણ મંદિરનાં ટ્રસ્ટીઓ મંદિર રાત્રીના સમયે ખુલ્લું કરીને જમવા માટે જગ્યા આપી હતી.

મળસકે સુધી સતત કામગીરી
સવારે 11 વાગ્યાથી બીજા દિવસે મળસકે 6.00 વાગ્યા સુધી ગટર લાઇન રીપેર કરવામાં નગરપાલિકાને સફળતા મળી હતી. રસ્તામાં મોટો ખાડો પડવાની અને સમારકામ કરવામાં નગરપાલિકાના સ્ટાફે માત્ર 20 કલાક લાગ્યા હતાં જે નગરપાલિકાનાં ઇતિહાસમાં પ્રથમ કામગીરી હશે. ત્રિભોવન ચાવડા, વોટર વર્કસ ચેરમેન, નવસારી પાલિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો