તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં તળાવો જોડવા ત્રીજી વાર ટેન્ડરો મંગાવાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી શહેરમાં તળાવો જોડવાનાં પ્રોજેક્ટ માટે પાલિકાએ ત્રીજી વખત ટેન્ડરો મંગાવ્યા છે. અગાઉ બે વખતના પ્રયત્નો નિષ્ફળ ગયા હતાં. નવસારીમાં છેલ્લાં એકાદ વર્ષથી પાણીની તકલીફ ખૂબ જ પડી રહી છે. ઉકાઇ-કાકરાપાર ડેમ ઓછો ભરાયો હોવાથી કેનાલનું પાણી શહેરને ઓછું મળી રહ્યું છે. આવી સ્થિતિ ભવિષ્યમાં પણ સર્જાવાની શક્યતા છે. જેને લઇને પાલિકાની પાણી સમિતિના ચેરમેન ત્રિભોવન ચાવડાએ શહેરના તળાવો જોડવાનાં પ્રોજેક્ટનું આયોજન કર્યુ છે. જેમાં શાકમાર્કેટ નજીકના ટાટા તળાવને તથા સરબતિયા તળાવને દુધિયાતળાવ સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત પશ્ચિમ બાજુ થાણા તળાવને દેસાઇ તળાવ સાથે જોડવાની વાત છે.

દુધિયાતળાવને ટાટા તળાવ અને સરબતિયા તળાવ સાથે જોડવાનાં પ્રોજેક્ટ માટે ટેન્ડરો મંગાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, આમાં બે વખત નિષ્ફળતા મળી હતી. હવે ત્રીજી વખત જાહેરાત આપી ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. આ માટે કુલ 1.15 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ છે. જો આ પ્રયત્ન સફળ થશે તો ટાટા તળાવ અને સરબતિયાનું વધુ પાણી દુધિયા તળાવમાં ઠાલવી શકાશે. અહીં ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ બાજુએ તળાવ જોડવા માટે ટેન્ડર મંગાવવામાં સફળતા મળ્યાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો